arvind-kejriwal-surat-OOM

સુરતમાં અરવિંદ કેજરીવાલ : મફત વીજળી અને રોજગારી મુદ્દે કહ્યું કે, ગુજરાતમાં પણ…

દેશભરમાં ગુજરાત મોડલની ચર્ચાઓ 2014ની લોકસભા ચૂંટણી પહેલાથી થતી હતી. ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા એક રીતે અરવિંદ કેજરીવાલ દિલ્હી મોડલને લઈને ગુજરાત આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં ત્રણ વખત સરકાર બનાવી ચૂકેલા કેજરીવાલની સરકાર શિક્ષણ અને આરોગ્ય સાથે મફત વીજળી મુદ્દે સત્તા પર છે. ત્યારે ગુજરાતમાં પણ દિલ્હીની જેમ મફત વીજળી કેમ ના માલી રહે !, AAP ના કોર્પોરેટરો કામ કરીને બતાવશે તેવું અરવિંદ કેજરીવાલ એ કહીંયુ.

સુરતમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડલ વિશે ચર્ચા કરતા કહ્યું કે, 10 લાખ લોકોને અમે દિલ્લીમાં નોકરી આપી, પરંતુ ભાજપે અત્યાર સુધી કેટલાને રોજગારી આપી

Highlight 

  • અમને રાજનિતી નથી આવડતી કામ કરતા આવડે છે: કેજરીવાલ
  • અમારા કોર્પોરેટરો કામ કરીને બતાવશે: કેજરીવાલ

સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોરપોર્ટર્સની જીત બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોંચ્યા. જ્યાં સુરતમાં તેની જનસભા અને રેલીનું આયોજન કરાયું હતું. જનસભા દરમિયાન CM કેજરીવાલનું સંબોધન હતું કે, અમારા કોર્પોરેટરો કામ કરીને બતાવશે. અમને રાજનિતી નથી આવડતી કામ કરતા આવડે છે. AAPએ દિલ્લીમાં કામ કરીને બતાવ્યું છે. 10 લાખ લોકોને અમે દિલ્લીમાં નોકરી આપી ચૂક્યા છીએ. 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. પરંતુ ભાજપે અત્યાર સુધી કેટલાને રોજગારી આપી તેવા સવાલો પણ ઉપાડ્યા હતા.

Related News