રાશિફળ માર્ચ 2021 : આ 5 રાશિના જાતકોને થશે આર્થિક લાભ, જાણો તમારી રાશિ

વૃષભ – બ, વ, ઉ (Taurus):

વૃષભ રાશિના જાતકો જો આજે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો આજનો દિવસ તમારા માટે ખુબ જ સારો છે. આજે તમને નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. લગ્ન ઇચ્છુક લોકો માટે પણ આજે સારા સંબંધો આવી શકે છે. નવો ધંધો શરૂ કરવા ઇચ્છતા લોકો માટે પણ આજનો દિવસ સારો છે. પરણિત લોકોને આજે સાસરી તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

મેષ – અ, લ ,ઈ (Aries):

મેષ રાશિના જાતકો આજે કોઈ યાત્રા ઉપર જઈ શકે છે, જેના કારણે તમારા મનમાં થોડી ચિંતા પણ હશે, પરંતુ ચિંતા રાખ્યા વગર જે કામ માટે બહાર નીકળ્યા છો તે પૂર્ણ કરીને પરત ફરો. કારણ કે તમારું કામ આજે ચોક્કસ પૂર્ણ થવાનું છે. નોકરી કરતા લોકોને આજે બોસ પ્રમોશન આપી શકે છે. ધંધામાં આજે સારો નફો મળશે. પરણિત લોકો તેમના જીવનને વધુ સારું બનાવવાના પ્રયાસોમાં લાગી શકે છે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધ વિશેની વાત ઘરમાં જણાવી શકે છે.

કર્ક – ડ, હ (Cancer):

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદો લઈને આવશે, આજે તમારા અટવાયેલા નાણાં તમને પાછા મળી શકે છે. આજે તમને ધંધામાં પણ સારો લાભ મળવાનો છે. સાગા સંબંધી આજે તમારા માટે કોઈ સારું કામ કરી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ મહત્વની બાબતને લઈને સારા સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

મિથુન – ક, છ, ઘ (Gemini):

મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. આજે તમારે દરેક કામ ખુબ જ સાવધાનીથી કરવું. વેપાર ધંધા સાથે જોડાયેલા લોકોને ધંધામાં આજના દિવસે નુકશાની આવી શકે છે. નોકરી કરતા લોકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ રોમાન્સ ભરેલો રહેવાનો છે.

સિંહ – મ, ટ (Leo):

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાથી ભરેલો રહેશે. આજે કોઈ વાતને લઈને તમે મૂંઝવણ અનુભવશો. આજે તમારું કોઈ નજીકનું જ વ્યક્તિ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. તમારા માટે આજના દિવસે સારું રહેશે કે તમે તમારા કામમાં વધારે ધ્યાન આપો. પરણિત લોકોના જીવનમાં આજે થોડો ગૃહક્લેશ જોવા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂડમાં નજર આવશે.

કન્યા – પ, ઠ, ણ (Virgo):

કન્યા રાશિના જાતકોને આજે તેમની સમસ્યામાંથી બહાર નીકળવા માટેનો કોઈ યોગ્ય રસ્તો મળી રહેશે. આજે તમને એવી તક મળી શકે છે જેના દ્વારા તમે તમારા જીવનમાં મહત્વનો બદલાવ લાવી શકો છો. આજે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારી તકને જતી ના કરવી. વેપાર ધંધામાં પણ આજે દિવસ સારો રહેશે. પરણિત લોકો કોઈ નવા આયોજનો કરી શકે છે. પ્રેમી પંખીડા તેમના સંબંધને આગળ વધારવા માટેનો નિર્ણય પણ લઇ શકે છે.

તુલા – ર, ત (Libra):

તુલા રાશિના જાતકોએ આજે રોકાણ કરવા દરમિયાન ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે. આજે તમને રોકાણમાં નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈને ઉછીના નાણાં પણ ના આપવા, નહીં તો સમય જતા તે પણ તમારી ચિંતાનું કારણ બની શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે કંઈક નવીનતા લાવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાની મુલાકાતને વધારે યાદગાર બનાવશે.

વૃશ્ચિક – ન, ય (Scorpio):

vrushik-rashi-out-of-media

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. તમારા કામની બાબતમાં ધ્યાન આપવું જરૂરી રહેશે. કોઈ તમારી નબળાઇનો લાભ લઈ શકે છે. આજના દિવસે તમે લાંબી મુસાફરી કરી શકો છો અથવા વિદેશ જઈ શકો છો. કોઈ જૂના મિત્રને મળવા અને કેટલાક નવા લોકોની મિત્રતા કરવામાં હૃદયને ખુશ કરશે. આજે તમારા માટે કંઈક ખરીદવાની તૈયારી છે. પ્રેમના મામલામાં દિવસ નબળો રહેશે. વિવાહિત જીવન માટે દિવસ સામાન્ય રહેશે.

ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલકારી રહેશે. આજના દિવસે તમે ઘરની અંદર કોઈ ધાર્મિક કાર્યનું આયોજન કરી શકો છો. જેનાથી ઘર-પરિવારમાં પણ શાંતિનો અનુભવ થશે. આજે મનમાં કોઈ વાતને લઈને દુઃખ હોય તો પરિવારના સદસ્યો પાસે વ્યક્ત કરી શકો છો તમને તેનો યોગ્ય ઉકેલ આજે મળી શકે છે, પરણિત લોકોના જીવનમાં આજે કોઈ વાતની ખુશી જોવા મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ માધ્યમ રહેશે.

મકર – જ, ખ (Capricorn):

મકર રાશિના જાતકોએ આજે શેર બજારમાં રોકાણ દરમિયાન લાભ મળી શકે છે. આજે તમે કિસ્મતના તારા તમારા પક્ષની અંદર દેખાઈ રહ્યા છે. ધંધાદારી વ્યક્તિઓને પણ આજે લાભ થવાની આશંકા છે. નોકરીમાં આજે તમારો દિવસ સામાન્ય રહેશે. પરિણીત લોકો આજે પોતાના પાર્ટનર સાથે હળવાશના મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ વચ્ચે આજે કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે.

કુંભ – ગ, શ, સ (Aquarius):

કુંભ રાશિના જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટ સામે લડવા માટે આજે તમને કોઈ સારો રસ્તો દેખાશે. નોકરી અને ધંધામાં પણ આજે તમારી આવક સામાન્ય રહેવાની છે. આજે કોઈ જુના મિત્ર દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર માટે કંઈક ખાસ કરવાનું આયોજન કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

મીન – દ, ચ, જ, થ (Pisces):

મીન રાશિના જાતકો માથે આજે કામનું વધારે ભારણ જોવા મળી શકે છે. આજે ઓફિસમાં તમને બોસ વધારે કામ આપી શકે છે, જેના કારણે તમે માનસિક તાણ પણ અનુભવશો, પરંતુ આ કામનો લાભ તમને થોડા જ દિવસમાં મળી શકે છે. ધંધામાં આજનો દિવસ આવક માટે સારો રહેશે. પરણિત લોકો ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *