એક ઝટકામાં સમાપ્ત થયું આ દિગ્ગજનું કરિયર, ટીમ ઇન્ડિયા બાદ IPLથી પણ બહાર!

આઇપીએલ 2021ના બીજા તબક્કાની મેચ હાલમાં યૂએઇમાં રમાઇ રહી છે. આ લીગમાં દુનિયાભરના ખેલાડી અલગ-અલગ ટીમો માચે રમીને પોતાના જવલો વિખેરી રહ્યા છે. ત્યા જ કેટલાક ખેલાડીઓ એવા છે જે પોતાના દેશની ટીમથી નીકળ્યા બાદ આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરીને વાપસી કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ટીમ ઇન્ડિયા માટે રમનાર દિગ્ગજ ક્રિકેટર એવો પણ છે જે હવે ટીમથી બહાર થયા બાદ ખરાબ પ્રદર્શનના કારણે પોતાની આઇપીએલ ટીમથી પણ બહાર થઇ ગયો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમનાર કેદાર જાદવ હાલમાં પોતાના કરિયરના સૌથી ખરાબ ફોર્મથી પસાર થઇ રહ્યો છે. ઝાધવ ગત ઘણા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર છે. કેદાર જાધવ ટીમ ઇન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ ગત વર્ષે ફેબ્રુઆરીમાં રમ્યો હતો અને હવે કેપ્ટન વિરાટ કોહલી તેને ટીમમાં લેવા પણ પસંદ કરતો નથી. ટીમ ઇન્ડિયા માટે સતત ખરાબ પ્રદર્શન કરનાર જાધવ હવે આઇપીએલમાં પોતાની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પણ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે.

સતત ખરાબ પ્રદર્શન બાદ કેદાર જાધવને હવે તેની આઇપીએલ ટીમે પણ ડ્રોપ કરી દીધો છે. આઇપીએલના પ્રથમ તબક્કા માફક જ બીજા તબક્કામાં પણ જાધવ કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જેના પછી તેને ટીમમાંથી નીકાળી દેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, એમએસ ધોનીની ટીમ સીએસકે એ પણ ખરાબ પ્રદર્શનના કારણે તેને ડ્રોપ કર્યો હતો. આવામાં હવે તેનું કરિયર સમાપ્ત થાય તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *