Aam-Aadmi-Party-image-1

Surat : કોર્પોરેશન પછી પંચાયતની ચૂંટણીઓમાં પણ AAPનું ખાતું ખૂલ્યું…

કામરેજની આંબોલી તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે. ફરીદાબેન આગવાનની આંબોલી બેઠક પરથી જીત થઈ છે.

સુરત :

સુરત મહાનગર પાલિકા બાદ જીલ્લામાં પણ AAP( આમ આદમી પાર્ટી )નું ખાતું ખુલ્યું છે. સુરત જિલ્લામાં AAPનું ખાતું ખુલ્યું છે. કામરેજની આંબોલી તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે.

ફરીદાબેન આગવાનની આંબોલી બેઠક પરથી જીત થઈ છે. જૂનાગઢ તાલુકા પંચાયતના બંધાલા બેઠક પર આપની જીત થી છે. વિલાસબેન વાલાની જીત થઈ છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (આપ) કે જેણે સુરત મહાનગર પાલિકા (એસએમસી) ની 27 બેઠકો જીતી હતી, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ પ્રવેશ કર્યો હતો. વિગતો અનુસાર કામરેજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપના બે ઉમેદવારો વિજયી થયા હતા. ‘આપ’ જીતેલી આ બે બેઠકો પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારો માનવામાં આવે છે અને હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનમાં પણ તેની મુખ્ય ભૂમિકા હતી. આ બંને વિસ્તારો સુરત શહેરની નજીક છે અને અર્ધ-શહેરી વસતી ધરાવે છે, તેમ છતાં તે કામરેજ તાલુકા પંચાયતમાં આવે છે.

જ્યારે જામનગરની બેરાજામાં આપે ખાતુ ખોલ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News