5G-network-technology-oom

શું તમને ખબર છે 5G પરીક્ષણને (testing)કારણે કોરોના વાયરસ દેશમાં ફેલાઈ રહ્યો છે? WHO કહ્યું સત્ય…

દેશમાં આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા મેસેજીસ આવી રહ્યા છે, જેમાં કોરોના માટે 5-જી ટેક્નોલોજીના પરીક્ષણને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 જી ટાવર્સના પરીક્ષણમાંથી નીકળેલા રેડિયેશન હવામાં ઝેરી બનાવે છે, તેથી લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

વાયરલ પોસ્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ રેડિયેશનને કારણે ઘરમાં બધે જ કરંટ આવે છે. પોસ્ટમાં એવું સૂચન કરવામાં આવી રહ્યું છે કે જો આ ટાવર્સના પરીક્ષણ પર પ્રતિબંધ મુકવામાં આવશે તો બધું બરાબર થઈ જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ( WHO )દ્વારા કોરોના સંબંધિત તથ્યો અંગે જાહેર કરાયેલા અહેવાલમાં આ વાતને નકારવામાં આવી છે.

26 માર્ચે પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે 5 જી મોબાઇલ નેટવર્ક કોરોના ફેલાવતા નથી. આ સિવાય, એવું પણ કહેવામાં આવ્યું છે કે મોબાઇલ નેટવર્ક અને રેડિયો તરંગો સાથે કોરોના એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકતી નથી. રિપોર્ટ અનુસાર, કોરોના એવા દેશોમાં પણ થઈ રહી છે જ્યાં 5 જી મોબાઇલ નેટવર્ક નથી.

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News