સિદ્ધુના સમર્થનમાં એક પછી એક 4 મોટા નેતાના રાજીનામા

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. તો બીજી તરફ તેમની નજીકના ગણાતા કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાના,યોગિંદર ઢીંગરા અને પરગટ સિંહે પણ રાજીનામું આપી દીધુ છે. તો બીજી તરફ પૂર્વ સીએમ અમરિંદર સિંહે પણ હાલમા દિલ્હીમાં ધામા નાખ્યા છે. પંજાબ કોંગ્રેસમાં હાલ ઉથલ પાથલ ચાલી રહી છે. તો બીજી તરફ સીએમ ચરણજીત સિંહ ચન્ની નવજોત સિંહ સિદ્ધુને મળવા પટિયાલા જઈ રહ્યા છે.

ગૌતમ શેઠે પંજાબ કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું

પંજાબ કોંગ્રેસમાં રાજીનામાનો તબક્કો ચાલુ છે. સિદ્ધના સમર્થનમાં ગૌતમ શેઠે પંજાબ કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. અગાઉ યોગિન્દર ઢીંગરાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તો બીજી તરફ, આ ઘટનાક્રમની વચ્ચે પક્ષના વરિષ્ઠ નેતા સુનીલ જાખરે સિદ્ધુ પર નિશાન સાધ્યું છે. જાખરે કહ્યું કે આ માત્ર ક્રિકેટ નથી. તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડના વિશ્વાસને નુકસાન પહોંચાડ્યું છે. વિશ્વાસનો ભંગ કરવો યોગ્ય નથી.

પંજાબમાં રાજકીય ગરમી વધી રહી છે. કેપ્ટન અમરિંદર સિંહ કેમ્પના ધારાસભ્યોએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. ટોચના નેતૃત્વએ રાજ્યના નેતૃત્વને આ મુદ્દાને પોતાના સ્તરે ઉકેલવા કહ્યું છે.

યોગિંદર ઢીંગરાનું રાજીનામું

પંજાબ કોંગ્રેસના મહાસચિવ યોગિંદર ઢીંગરાએ પણ પોતાના પર પરથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પોતાનું રાજીનામું સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. તો બીજી તરફ કેપ્ટન અમરિંદર સિંહે આ રાજીનામાને ડ્રામા ગણાવ્યો છે.

તમને જણાવી દઈએ કે, રઝિયા સુલ્તાના પૂર્વ IPS અધિકારી મોહમ્મદ મુસ્તફાના પત્ની છે. મોહમ્મદ મુસ્તફા સિદ્ધુના સલાહકાર છે. રાજીનામા બાદ રઝિયા સુલ્તાનાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલા જ તેમને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જો કે આ જાણીતી વાત છે કે, સિદ્ધુ અને પૂર્વ સીએમ અમરિંદર વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી.

જો કે હાઈકમાન્ડે અમરિંદર પાસેથી સીએમ પદ લઈ લીધુ હતું અને દલિત નેતા ચન્નીને નવા સીએમ બનાવ્યા હતા. આજે કે અચાનક સીદ્ધુએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા પંજાબ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે, કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમાધાનથી થાય છે, હું પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન ન કરી શકું. એટલા માટે હુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *