પાટીદાર સમાજની બંને સંસ્થાઓના આગેવાનો આજે સાંજે CM ને મળશે, નવા જૂનીના એંધાણ

ગુજરાતમાં આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે અત્યારથી અનેક સમાજ પોતાનું વર્ચસ્વ મજબૂત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પાટીદાર સમાજની બંને સંસ્થાઓના આગેવાનો આજે મુખ્યમંત્રીને મળવાના છે, ત્યારે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

રાજ્યમાં પાટીદાર CM બનતા જ પાટીદાર સમાજ સક્રિય થઈ ગયો છે. આજે સાંજે 6 કલાકે ગાંધીનગરમાં પાટીદાર સમાજની બન્ને સંસ્થાઓના આગેવાનો એક બેઠક કરશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એક મંચ પર આવી રહ્યો છે.

લેઉવા-કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક સાથે CM ભુપેન્દ્ર પટેલને મળવા જઈ રહી છે. ખોડલધામ અને ઊંઝા ઉમિયા ધામના ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે CMની આજે બેઠક છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ સાથે રાજકારણ સાથે જોડાયેલા લોકોની નજર રહેશે.

જાણવા મળી રહ્યું છે કે અત્યાર સુધીમાં પાટીદાર સમાજની થયેલી ચર્ચાના મુદ્દાઓને લઇ વાતચીત થશે. એટલું જ નહીં, અગાઉ પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની રજૂઆત પણ સીએમને કરાશે.

મળતી માહિતી પ્રમાણે CM ભુપેન્દ્ર પટેલ સાથે બેઠકમાં હાજર રહેનાર પાટીદાર સમાજની બંને સંસ્થાઓના આગેવાનોમાં નરેશ પટેલ, ખોડલધામ, મણીભાઈ મમ્મી, ઊંઝા ઉમિયાધામ, બાબુ જમના પટેલ, જયરામ પટેલ, સીદસર મંદિર, દિલીપ નેતા , ઉંઝા મંદિર, વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ, રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ અને દિનેશ કુંભાણી, ખોડલધામનો સમાવેશ થાય છે.

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *