IPLમાં પહેલીવાર એક જ સમયે રમાશે બે મહામુકાબલા, 25 ઓક્ટોબરે 2 નવી ટીમોની જાહેરાત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સંચાલન સમિતિએ નક્કી કર્યું છે કે લીગ તબક્કાની છેલ્લી બે મેચ એક જ સમયે સાંજે 7:30 (ભારતીય સમય) થી શરૂ થશે. સામાન્ય રીતે ડબલ હેડરની એક મેચ બપોરે અને બીજી સાંજે રમાય છે.

અત્યાર સુધીના નિયમો અનુસાર બપોરે મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થાય છે, જ્યારે બીજી મેચ સાંજે 7.30 થી રમાય છે.

BCCIના સચિવ જય શાહે એક રિલીઝમાં કહ્યું કે, IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ‘Vivo IPL 2021’ પ્લેઓફ પહેલાની છેલ્લી બે લીગ મેચ એક સાથે રમાશે.

કાર્યક્રમ મુજબ, છેલ્લી બે મેચોમાંની એકમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો મુંબઇ ઇન્ડિયન્સ સાથે અને બીજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે.

તેમણે કહ્યું, “વર્તમાન સિઝનના લીગ તબક્કાના છેલ્લા દિવસે (08.10.2021) બપોરની મેચ અને એક સાંજની મેચ સાંજે 7.30 વાગ્યે એક સાથે રમાશે.”

IPLમાં જોડાવા માટે બે નવી ટીમોની જાહેરાત 25 ઓક્ટોબરે કરવામાં આવશે, ત્યારબાદ 2023 થી 2027 સીઝન માટે મીડિયા અધિકારોનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.

અહીં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ OutOfMedia સાથે અને અમારું ફેસબુક પેજ લાઈક કરો.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *